સવાલ :
કાફિરોં ના મેળા અને તહેવારોં માં કોઈ પણ જરૂરત વગર શામિલ થવું કેવું છે?

જવાબ : શદરૂશ્શરિયા બદરુત્તરીકા હઝરત અલ્લામા મૌલાના મુફ્તી મુહમ્મદ અમજદ અલી આઝમી رحمة الله عليه ફરમાવે છે :

કાફીરોં ના મેળાઓ, તહેવારોં માં શામિલ થઈને તેમના મેળા અને ધાર્મિક જુલૂસ ની શાનો-શૌકત વધારવી કુફ્ર છે.
જેમકે રામલીલા, જન્માષ્ટમી અને રામ-નવમી વગેરે ના મેળાઓમાં શામિલ થવું.
(બહારે શરીઅત ભાગ-૯ પેઇજ-૧૮૪)

આ’લા હઝરત ઈમામે અહલે-સુન્નત ઇમામ અહમદ રઝા ખાન عليه الرحمة الرحمن ફરમાવે છે :
કાફિરોં ના તહેવારોં ના નામ પર તેમને તોહફા દેવા હરામ છે અને જો તેમના તહેવારોં ની તા’ઝીમ (Respect) ની નિય્યત હોય તો કુફ્ર છે.
(ફતાવા રઝવીય્યહ)

સદરૂશ્શરીયા એક અન્ય જગ્યાએ લખે છે:
કાફિરોં ના તહેવાર ના દિવસે ફક્ત એ કારણથી વસ્તુ ખરીદવી કે આજે આ તહેવાર છે, તો આ પણ કુફ્ર છે, જેમકે દીવાળી માં રમકડાં અને મીઠાઇ ખરીદવામાં આવે છે, કે આજે ખરીદવું દીવાળી મનવવું જ છે.
(બહારે શરીઅત)

એ મુસલમાનો ! તમને શું થઈ ગયું છે???

ક્રુષ્ણ-કનૈયા ના જન્મની ખુશીમાં તમે પણ તેમના સાથે મેળાઓ માં જાઓ છો, રમકડાં અને વસ્તુઓ ખરીદો છો, મીઠાઈઓ બનાઓ છો અને ખાવ છો !!!

અફસોસ અફસોસ !!! પોતાના ઈમાનની ચિંતા કરો, જો આવા કુફ્રના કામ કરતાં-કરતાં ઈમાન ચાલ્યું ગયું અને તેજ કુફ્ર ની હાલત માં મૌત આવી ગઈ તો હમેશાં-હમેશાં માટે દોઝખ (જહન્નમ) તમારું મુકદ્દર બની જશે.
ખુદાના વાસ્તે હોશ માં આવો. શું આ તમારો તહેવાર છે???

શું તમે તેમના જુઠા ખુદાઓને (મૂર્તિઓને) સાચા માનો છો ???

તો પછી કેમ જાઓ છો તેમના મેળાઓમાં જ્યાં દરેક પળે અલ્લાહ ની લાનત વરસે છે. જ્યાં ચારે તરફ બેહયા અને બેપર્દા સ્ત્રીઓ હોય છે. જ્યાં ચારે તરફ ગફલતોં નું માહોલ હોય છે???

તેમના બુતખાના પાસે કેમ જાઓ છો જે લાનત વરસવાની જગ્યા છે???

 

જુઠા બહાના ન બનાઓ કે અમે તો આમજ ફરવા માટે જઈએ છીએ, અમારા દિલમાં તો આવું કંઇ નથી હોતું….

શું તમારામાં ઔલમા-એ-કિરમ થી વધારે દીન ની વાતોની સમજણ છે???

પોતાની પાયવિહોણી દલીલો આપવાનું બંધ કરો. અલ્લાહ તઆલા ની બારગાહમાં તમારી આવી એકપણ દલીલ નહીં ચાલે.

 

એક વાત નો જવાબ આપો, જો તમારા માં-બાપ ને કોઈ ગાળો આપી હોય તો શું તમે તેને ત્યાં શાદી ના પ્રસંગ માં જવાનું પસંદ કરશો? બિલકુલ નહીં !! તમે તેનો ચહેરો જોવો પણ પસંદ નહીં કરો.

 

તો પછી ખુદા અને રસૂલ ના દુશ્મનો ના તહેવારો માં શામીલ થતાં તમને શરમ નથી આવતી!!!

શું અલ્લાહ અને રસૂલ ની અહમીયત તમારી દ્રષ્ટિએ માં-બાપ થી પણ ઓછી છે!!! (معاذ الله)

હવેથી પાક્કો નિર્ણય કરી લો કે ખુદ પોતે પણ આનાથી બચશો અને અન્ય મુસલમાનો ને પણ આવા મેળાઓ માં જવાથી રોકશો.

જો આ પહેલા પણ ક્યારેય આ કામ કર્યું હોય તો અત્યારે જ અલ્લાહ તઆલા ની બારગાહમાં સાચા દિલ થી તૌબા કરીને કલ્મા-એ-તૈયબ પઢીલો. બેશક અલ્લાહ તઆલા જ હિદાયત દેનાર છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.